વજન ઘટાડવાથી લઈ ઇમ્યુનિટી વધારવા સુધી જાણો મગ ના અઢળક ફાયદા

મગમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રીએંટ્સ હોય છે જેમાં ન માત્ર એન્ટિ-ઈન્ફ્લેમેટરી પરંતુ એન્ટિ-માઈક્રોબાયલ પણ હોય છે




તાવ, પેટમાં દુખાવો, અને ડાયેરિયાથી પીડાતા લોકો માટે તે ફાયદાકારક છે

દરરોજ સવારે એક વાટકી ફણગાવેલા મગ ખાવાથી ક્યારેય બીમાર નહીં પડો એવું કહેવામાં આવે છે. તેમજ મગ હળવા અને પચવામાં સરળ હોય છે અને તેની માહિતી ઘણા ઓછો લોકોને છે. તેમાં રહેલા પોષક તત્ત્વો પણ શરીર માટે ફાયદાકારક છે.

પ્રોટીનનો સારો સ્રોત

જે લોકો શાકાહારી છે તેમના માટે મગ એકદમ ઉત્તમ અને સંપૂર્ણ પ્રોટીનનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. 100 ગ્રામ મગમાં લગભગ 24 ગ્રામ પ્રોટીન અને 60 ટકા એમિનો એસિડ હોય છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે

મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. ફાઈબર અને પ્રોટીન બંને વજન ઓછું કરવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

પચવામાં સરળ

કેટલાક કઠોળ અને દાળ અમુલ લોકોમાં ગેસ અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે, પરંતુ મગ પચવામાં સરળ છે. તેને રાંધતા પહેલા પાણીમાં પલાળીને રાખવાથી તે સારી રીતે ચઢી જાય છે અને તેને ફણગાવીને પણ ખાઈ શકાય છે. મગમાં એન્ટિ એજિંગ ગુણધર્મો છે જે કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.

બીમારીઓમાં ફાયદાકારક

તે કોલેસ્ટેરોલ અને હૃદયની બીમારીનું જોખમ ઓછું કરે છે. મગ ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે. તાવ, પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવી બીમારીમાં તે અકસીર ઈલાજ છે

ઈમ્યુનિટી બુસ્ટર

તે રોગ-પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને ઈન્ફેક્શનથી પણ બચાવે છે. મગમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રીએંટ્સ હોય છે જે ન માત્ર એન્ટિ ઈન્ફ્લેમેટરી હોય છે પરંતુ એન્ટી માઈક્રોબાયલ પણ હોય છે. તે હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસની સામે લડવામાં મદદ કરે છે.

No comments

Powered by Blogger.